ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા
આચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, લાખવડ, કુંકાસ રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧ ફોન-૦૨૭૬૨-૨૯૨૨૬૧
loading...

5 May 2015

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનામાં ભાગ લેવા બાબત.....

વિકાસ કમિશ્‍નરશ્રીની કચેરી,
બ્‍લોક નં.૧૬/૨,ડો.જે.એમ.ભવન,
ગુજરાત રાજય,ગાંધીનગર
તા.૦૫/૦૫/૨૦૧૫
પ્રતિ,
ગ્રામ કોમ્‍પ્‍યુટર સાહસિક,
ઈ-ગ્રામ સેન્‍ટર,
તમામ

વિષયઃ- પ્રધાનમંત્રી  સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનામાં ભાગ લેવા બાબત....

મહાશય,

        ઉપરોકત વિષયના અનુસંધાને જણાવવાનુ કે, ભારત સરકાર દ્રારા પ્રધાનમંત્રી  સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનાની શરૂઆત સમગ્ર દેશમા  તારીખ ૦૯/૦૫/૨૦૧૫ થી થનાર છે.
        દેશના નાગરિકોને સામાજીક સુરક્ષા મળી રહે અને ફકત વાર્ષિક રુપિયા ૧૨.૦૦ ના પ્રીમીયમમાં રુપિયા ૨.૦૦ લાખનો દુર્ઘટના વીમો આ યોજના અન્‍વયે મળી શકે છે. તેમજ  વાર્ષિક ફકત રુપિયા ૩૩૦/- ના પ્રીમીયમથી રુપિયા ૨.૦૦ લાખનો જીવન વીમો આ યોજના અન્‍વયે મળી શકે છે.
        આ યોજના ભારતના સામાન્‍ય જન માટે ખૂબ જ ઉપયોગી અને સુરક્ષા પ્રદાન કરતી હોઈ આ યોજનામાં આપ જાતે, આપના કુટુંબીજનો, પંચાયતના સૌ ચુંટાયેલા પદાધિકારીઓ તેમજ ગામના સૌ પુખ્‍ત વયના ગ્રામજનો લાભ લે તે માાટે આપ સક્રિય સહયોગ આપશો તેવી વિનંતી છે.
        આ માટે નિયત ફોર્મ આપના ગ્રામ્‍ય વિસ્‍તારની કોઈપણ બેન્‍કની શાખામાંથી કે www.jansuraksha.gov.in
/
www.financialservices.gov.in સાઈટ પરથી આપ જરુરી ફોર્મ ડાઉનલોડ કરી શકશો જેની જાણ થવા વિનંતી છે.
        શુભકામનાઓ સહ.  
આપનો વિશ્‍વાસુ

(પંકજ જોષી)
મેમ્‍બર સેક્રેટરી,
ઈ.જી.વી.જી.એસ.અને
વિકાસ કમિશ્‍નર
ગુ.રા.,ગાંધીનગર