ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા
આચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, લાખવડ, કુંકાસ રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧ ફોન-૦૨૭૬૨-૨૯૨૨૬૧
loading...

21 Aug 2015

વિનુ માંકડ- ભારતીય ક્રિકેટ ખેલાડી


વિનુ માંકડ (અંગ્રેજી:Vinoo Mankad) (બારમી એપ્રિલ ૧૯૧૭ – એકવીસમી ઓગસ્ટ, ૧૯૭૮) એ જાણીતા ભારતીય ક્રિકેટ ખેલાડી હતા. એમનું પુરું નામ મૂળવંતરાય હિંમતલાલ માંકડ હતું. તેઓ પ્રારંભિક બેટસમેન અને ધીમા ડાબોડી બોલર તરીકે રમતા હતા. એમણે ભારત તરફથી ૪૪ ટેસ્ટ રમી ૨૧૦૯ રન નોંધાવ્યા હતા તેમ જ ૩૨.૩૨ રનની સરેરાશથી ૧૬૨ વિકેટ ઝડપી હતી. તેમણે ઈ. સ. ૧૯૫૬ના વર્ષમાં પ્રારંભિક બેટધર તરીકે પંકજ રોય સાથે પહેલી વિકેટની ભાગીદારીમાં ૪૧૩ રનનો જુમલો ખડકી વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો, જે બીજાં ૫૨ વર્ષ સુધી અકબંધ રહ્યો હતો. તેઓ વિશ્વના જૂજ ખેલાડીઓ પૈકીના એક હતા, કે જેમણે દરેક ક્રમે બેટિંગ કરી હોય.