ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા
આચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, લાખવડ, કુંકાસ રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧ ફોન-૦૨૭૬૨-૨૯૨૨૬૧
loading...

4 Sep 2015

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિષે ટુંકમાં

ભારતના રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન,
సర్వేపల్లి రాధాకృష్ణ
சர்வேபள்ளி ராதாகிருஷ்ணன்

ભારતનાં ૨ જા રાષ્ટ્રપતિશ્રી
જન્મની વિગત-પાંચમી સપ્ટેમ્બર, ૧૮૮૮ -તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત
મૃત્યુની વિગત-સત્તરમી એપ્રિલ, ૧૯૭૫
ચેન્નઈ, તામિલ નાડુ, ભારત
કાર્યકાળ-૧૩ મે, ૧૯૬૨ થી ૧૩ મે, ૧૯૬૭
પુરોગામી-રાજેન્દ્ર પ્રસાદ
અનુગામી-ડૉ. ઝાકીર હુસૈન
અભ્યાસ-તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.
ખિતાબ-ભારત રત્ન, સર (બ્રિટીશ)
ધર્મ-વેદાંત,હિન્દુ
જીવનસાથી-શિવકામ્મા (Sivakamamma)
સંતાન-૫ પુત્રી,૧ પુત્ર સર્વપલ્લી ગોપાલ

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
સર્વપલ્લી રાધાકૃષ્ણન (તેલુગુ:సర్వేపల్లి రాధాకృష్ణ, તમિલ:சர்வேபள்ளி ராதாகிருஷ்ணன்), ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.
તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.
તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.

જીવન

સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેઓનું બાળપણ તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિ માં વિત્યું હતુ.